27.1 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

મોરબીના રવાપર ગામે યુવાન સાથે મૈત્રી કરાર કરીને રહેતી પરિણીતાના પતિ સહિતના શખ્સોએ કર્યું યુવાનનું અપહરણ


 

મોરબીના રવાપર ગામે ઉમિયા સોસાયટીમાં રમેશભાઈ બોરીચાના મકાનમાં ભાડેથી રહેતા અને મૂળ રાજકોટના ફરિયાદ વર્ષાબેન હરેશભાઈ કરમટા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તે બે માસથી રમેશભાઈ ખોડાભાઈ નાગહ સાથે મૈત્રી કરાર થી રહે છે જેથી વર્ષાબેનના પતિ હરેશભાઈ હામાભાઈ કરમટા, સસરા હામાભાઈ પાંચાભાઈ કરમટા,દિયર માત્રાભાઈ હામાભાઈ કરમટા રહે-બધા રાજકોટ વાળા વર્ષાબેનના ઘરે આવી મૈત્રી કરારમાર રહેતા રમેશભાઈ નાગહને ઇકો ગાડીમાં જબરદસ્તીથી બેસાડીને અપહરણ કરી લઇ ગયા હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી હતી તો મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની ગંભીરતા લઈને જીલ્લામાં નાકાબંધી કરી તેમજ એ ડીવીઝન, એલસીબી અને એસ ઓ જી સહિતની ટીમોએ અપહ્યુત રમેશભાઈને રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામની સીમમાં ભૂપતભાઈ ધુંધાભાઈ આલની વાડીએ દોરડા વડે બાંધી રાખેલ હોવાની માહિતી મળતા જ તુરત દોડી જઈ રમેશભાઈને અપહરણકર્તાના ચુંગલમાંથી મુકત કરાવ્યા હતા તેમજ આરોપી હામાભાઈ પાંચાભાઈ કરમટા, ભુપતભાઈ ધુંધાભાઈ આલ, લાલજીભાઈ વેરસીભાઈ ખાંભલા, ભરતભાઈ જીવણભાઈ કરોતરા, શક્તિસિંહ મહોબતસિંહ વાળા, સંજયભાઈ રાયાભાઈ મીઠાપરા અને અશોકભાઈ ગોરધનભાઈ ધરજીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે વર્ષાબેનના પતિ હરેશભાઈ હામાભાઈ કરમટા અને દિયર માત્રાભાઈ હામાભાઈ કરમટા બંને હાજર ના મળી આવતા તેની શોધખોળ હાથ ધરી છે

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -