25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

મોદી સરકારની નોટબંધી 2.O:સરકારે રૂ. 2,000ની નોટ પાછી ખેંચી, 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે; એક સમયે વધુમાં વધુ 10 નોટ બદલાશે


રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. એને બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. RBIએ 2019થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. તેમજ RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલી આપવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. હવેથી બેંકો 2000ની નોટ આપશે નહીં. તેમજ 2000 રૂપિયાની બૅન્કનોટ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. નોટબંધી સમયે જારી કરવામાં આવેલી નવી 500 અને 2000ની નોટોમાં 9.21 લાખ કરોડ ચોક્કસપણે ગાયબ થઈ હતી જેથી કાળું નાણું બહાર કઢાવવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -