હિન્દુ સંસ્કૃતિમાં સદીઓથી ધરતી પર સરકતી જીવસૃષ્ટિ નાગને પૂજવાની ભારતીય પરંપરા છે. શ્રાવણ વદ પાંચમના પવિત્ર દિને દેશ અને ગુજરાતમાં ઘેર-ઘેર શ્રદ્ધાપૂર્વક- ભાવથી નાગપંચમી ઉજવવામાં આવે છે.ત્યારે મોડાસાના તાલુકાના ગોગાધામ રસુલપુર નેસડા ગામે ગોગા મહારાજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.શામળભાઇ ભુવાજીના ગોગાધામ તરીકે જાણીતા નેસડા ગામે ગુજરાત,રાજસ્થાનમાંથી દર્શનાર્થીઓ ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે નાગપંચમી પર્વની પૂર્વ સંધ્યાએ હજારોની સંખ્યામાં ભાવિક ભકતોએ ગોગા મહારાજની 1008 દીવડાની મહા આરતીનો લાભ લીધો હતો..ધર્મ અને આસ્થા સાથે જોડાયેલા ગોગાધામ નેસડામાં ગોગા મહારાજ દુઃખીયારા લોકોનું સર્વ દુઃખમાંથી મુક્તિ અપાવે છે.ત્યારે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ નાગપંચમીના દીને ગોગાધામ નેસડા આવીને ગોગા મહારાજને આગળ શીશ ઝુકાવીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ત્યારે નાગપાંચમના દીને ગોગા મહારાજની ભવ્ય 1008 દીવડાની મહાઆરતી કરીને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી.
ઋતુલ પ્રજાપતિ