મોડાસા કેળવણી મંડળે ૧૦૫ વર્ષની શિક્ષણ યાત્રા પૂરી કરી ભવ્ય રીતે સ્નેહોત્સવની ઉજવણી કરી હતી, તેમજ કેળવણી મંડળ દ્વારા કલરવ શાળાની સ્થાપના, બી-કનઈ શાળાની સ્થાપના કરી અને ભવ્ય મકાનો ઉભા કર્યા છે. આ ઉપરાંત મોડાસા હાઈસ્કૂલનું નવીન ભવ્ય મકાન રૂપિયા સાડા છ કરોડ ના ખર્ચે તૈયાર કરેલ છે. ત્યારે આજે સર્વોદય હાઇસ્કૂલના નવા શૈક્ષણિક ભવન બનાવવાનો ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે આ ભવન બનાવવામાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બિપીન આર શાહ અને સર્વોદય હાઇસ્કૂલના આચાર્ય ડૉક્ટર રાકેશભાઈ મહેતાનું યોગદાન રહ્યું છે. તેમજ આ ખાતમુહુર્તમાં દાતા રાજેશકુમાર અને પદ્મીનીબેન, પ્રમુખ બિપીન આર શાહ અને સાવિત્રીબેન, ટ્રસ્ટી કનુભાઈ શાહ અને કુસુમબેન, પૂર્વ ટ્રસ્ટી કિરીટભાઈ બી શાહ અને ચંદ્રિકાબેન, અને શાળાના દાતા ટ્રસ્ટી મયુરભાઈ બુટાલા, પ્રભારી મંત્રી અને દાતા પીયુષભાઇ પટેલ અને જયશ્રીબેન, પ્રભારીમંત્રી કિરીટભાઈ કે શાહ અને પ્રીતીબેન તથા શાળાના આચાર્ય ડૉક્ટર રાકેશભાઈ મહેતા અને સ્મિતાબેન પૂજન વિધિમાં
જોડાયા હતા. આ સાથે ખાતમુહુર્તનું પૂજન પ્રોફેસર રોહિતભાઈ ગોર દ્વારા ધાર્મિક વિધિ, વિધિવત રીતે કરી સંપન્ન કરાયું હતું.
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી