મોડાસા શહેરના સર્વોદય નગર તેમજ આસપાસનાં વિસ્તારના રમતપ્રિય બાળકો અને યુવાનો બાસ્કેટબૉલ, લોન્ગ ટેનિસ, ટેબલ ટેનિસ સહિતની આઉટડોર અને ઇનડોર ગેમ્સની પ્રેક્ટિસ કરી શકે તેમજ યુવાનો અને યુવતીઓની ફિટનેસ ઝળવાઈ રહે તે માટે સાડા ત્રણ કરોડ રૂપિયા કરતા વધુના ખર્ચે મોડાસા નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું હતું,,જેનું લોકાર્પણ વર્ષ 2019માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કર્યું હતું. પરંતુ આ સંકુલના લોકાર્પણ બાદ, સંકુલ જેના ઉપયોગ માટે બનાવાયું છે તેના ઉપયોગમાં લેવામાં આવ્યું નથી,,જેથી કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ સંકુલ હાલના તબક્કે બિન ઉપયોગી શોભના હોવાથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે તંત્ર આ સ્પોર્ટ્સ સંકુલની જાળવણી કરી ખેલાડીઓ માટે ફરી ખુલ્લું મૂકે તેવી માંડ લોકો દ્વારા કરવામાં આવી હતી.
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી