મોડાસાના ડુગરવાડાની શ્રી ડુગરવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય તથા શ્રી આર એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ડુગરવાડા ખાતે આવેલી શાળામાં નવીન સભાખંડ તથા આચાર્ય ચેતનભાઇ પટેલનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સંજયભાઈ પટેલ કારોબારી સભ્ય દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કેળવણી મંડળ ના પ્રમુખ ચીમનભાઈ પટેલ દ્વારા શાળા પરિચય આપવામાં આવ્યો હતો. કેળવણી મંડળના પ્રમુખ દ્વારા શાળાના વિકાસ ની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી અર્ચનાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મુખ્ય દાતા આર એસ પટેલ જેઓએ આ સંસ્થામાં અત્યાર સુધી કુલ 68 લાખ જેટલું માતબર દાન આપ્યું છે, તેઓ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે એમ એસ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે શાળાના આચાર્ય ચેતનભાઇ પટેલ કે વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં કેળવણી મંડળ તથા શાળા પરિવાર દ્વારા ચેતનભાઇ પટેલ નો નિવૃત્ત જીવન આરોગ્યમય નિરામય અને પ્રવૃત્તિશીલ રહે તેવી પ્રભુ પ્રાર્થના કરવામાં આવી હતી. આચાર્ય ચેતનભાઇ પટેલ દ્વારા કેળવણી મંડળ શાળાના સ્ટાફગણ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન મદદરૂપ થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી