આજ રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે આપેલ કાર્યક્ર્મ અમદાવાદની સુચના અનુસાર મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત બાવળા તાલુકાના મીઠાપુર ગામે રેલીની આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામમાંથી ઘરે ઘરે જઈને કળશમાં માટી એકઠી કરવામાં આવી હતી તેમજ તે એકઠી કરેલી માટીને દિલ્હી લઈ જવામાં આવશે અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ સાથે આ રેલીમાં બાવળા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ રાઠોડ, બાવળા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંગીતભાઇ ગોહિલ મીઠાપુર ગામના સરપંચ અમ્રત ભાઈ હદવાણી,મહિલાઓ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર