અમદાવાદ જીલ્લા ની પાંચ વિધાનસભા તથા વટવા વિધાનસભાના ૧૦ ગામો દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત કળશમાં માટી એકત્ર કરી હતી આ કળશ તા. ૨૭ મી એ અમદાવાદ રીવરન્ટ ખાતે સાંજે ૦૫.૦૦ કલાકે થનાર કાર્યક્રમમાં લઈ જવાશે જે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થીતીમાં વિશાળ અમૃતકળશ યાત્રા યોજાશે ત્યારબાદ દિલ્હી સ્થિત અમૃત વાટીકામાં પધરાવવામાં આવશે. અમદાવાદ જીલ્લામા કુલ ૫૨૮ ગામો છે. તેમાંથી ૫૧૭ ગામોમાંથી માટી એકત્ર કરેલ કુલ ૪૨૨૯૦ ઘરોમાંથી માટી લેવામાં આવી તમામ ગામોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું તમામ ગામોમાં તક્તી લગાડવામાં આવી તમામ ગામોમાં સામુહીક સંકલ્પ લેવાડાવ્યા હતા. આ અંગેની માહિતી આપવા જિલ્લા પ્રમુખશ હર્ષદગીરી ગોસાઈ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, તેમણે જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ નો જન્મભુમિ અને શહીદોના સન્માનમાં માટીને નમન વિશેને વંદન નામનું દેશવ્યાપિ અભિયાન શરૂ કરાવ્યું હતું
રિપોર્ટર ગોહિલ સોહિલ કુમાર