મેટોડા જીઆઇડીસીમાં દિપ મેટલ પાસે રહેતો મુળ ઉત્તરપ્રદેશનો દિલીપકુમાર રામકિશોર કોલી ઉ.૨૮ સવારે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કરતા આ અંગે મેટોડા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક દિલીપકુમારના લગ્ન બે વર્ષ પહેલા થયા હોવાનું તેમજ દિલીપકુમારને બે દિવસથી તાવ આવતો હોઇ દવા લીધી હતી. ગત રાતે તાવ ટાઢ સાથે ઉલ્ટીઓ પણ થઇ હોવાનું જાણવા મળ્યું છે સવારે હોસ્પિટલે લઈ ગયા હતા પરંતુ જીવ બચી શક્યો ન હતો.
હોજેફા લાકડાવાલા