મેઘરજ બેંક ઓફ બરોડા બેન્ક આગળ 10 લાખ રૂપિયાની બેગ ગઠિયો લઈ ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં વાસણા ગામનો વ્યકિત બેંકમાંથી 10 લાખ બેગમાં મૂકી નીકળી રહ્યા હતો ત્યારે ઘટના બની હતી. તેમજ દોશી પેટ્રોલ પંપ પાસે જાહેર માર્ગ પાસે આવેલી બેન્ક ઓફ બરોડામાં ઘટના બની હોવાનું હાલ સામે આવ્યું હતું. આ સાથે સમગ્ર ઘટનાની જાણ થતાં પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી હતી.