ખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં 2 ખાતે આવેલ ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ મુખ્યમંત્રીશ્રીએ આ તકે વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે સંવાદ કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન તેમજ હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીની સાથે આ તકે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર બી.એ.શાહ અને મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી સહિતના મહાનુભાવો જોડાયા હતા.
રિપોર્ટર સંજય મર્દનીયા,જામનગર