મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાત પધાર્યા હતા. તેમજ તેઓએ વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કર્યું હતું જેમાં બપોરે 01:20 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજ્યા બાદ 02:35 વાગ્યા પછી તેઓએ જૂની કલેકટર કચેરી નજીક સ્માર્ટ સબ રજીસ્ટ્રાર ઓફિસનું ઉદ્ઘાટન તેમજ સદર વિસ્તારમાં ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર 8 ખાતે મેઘાણી ગાથા પ્રદર્શન, ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલય તથા મેઘાણી સાહિત્ય કોર્નરનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેઓએ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મહાનગરપાલિકાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યા બાદ હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમને જુનાગઢ પર આવેલી કુદરી આફતો વિષે માહિતી મળતા તમન દ્વારા તાત્કાલિક મિટિંગ કરી આગળના બધા કાર્યક્રમો રદ કરી તેઓ ગાંધીનગર જવા માટે નીકળી ગયા હતા.