માળીયાહાટીના તાલુકામાં છેલ્લા 35 દિવસથી વરસાદ થયો નથી એટલે કે ઓગસ્ટ મહિનો વરસાદ વગર આખો ખાલી ગયો છે. વરસાદ ન પડતા ખેડૂતોએ મગફળી અને સોયાબીનની જે ખેતી કરી હતી તેને પાણી પાઈ શકાયું નથી જેના કારણે પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના છે આજે કિસાન સંઘ પ્રમુખ માનસિંગભાઈ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષભાઈ પરમારની આગેવાનીમાં ખેડૂત આગેવાનોએ કોર્ટ કમ્પાઉન્ડમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી માળિયા હાટીના તાલુકાના ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા માગણી કરી છે વધુમાં જણાવેલ છે કે સરકારના 2020-21 ના પત્રના ઠરાવ મુજબ એક માસ સુધી કોઈપણ તાલુકામાં વરસાદ ન આવે તો એ તાલુકા મા સહાય ચૂકવવા પાત્ર ગણવામાં આવશે એ. મુજબ માળીયાહાટીના તાલુકાના 35 દિવસ સુધી વરસાદ આવ્યો નથી તો તાત્કાલિક સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા માગણી કરી છે
રિપોર્ટર. મહેશ કાનાબાર