માળીયાહાટીનામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુનીધી ફાઉન્ડેશન કિરીટભાઈ શેઠ મુંબઈ અને સીતારામ સેવા ટ્રસ્ટ માળીયાહાટીના દ્વારા શ્રાવણ માસના સાતમ આઠમના તહેવારો નિમિત્તે ૫૦૦થી પણ વધારે આર્થિક નબળા પરિવારોને ફરસાણ વિતરણ કરવા માં આવ્યું હતું, સરપંચ જીતુભાઈ સિસોદિયા મહેન્દ્રભાઈ ગાંધી અરવિંદભાઈ કારીયા હકુભાઇ જોશી, જયંતીભાઈ જેઠવા સહિત ના આગેવાનો એ હાજરી માં ફરસાણ વિતરણ નો કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો.
રિપોર્ટર મહેશ કાનાબાર