માળીયાહાટીના ના અમરાપુર ગામે જુના બસ સ્ટેશન તરફ આવતા રસ્તા ઉપર વૃજની નદી ઉપર વર્ષો પુર્વે બેઠા પુલનું નિર્માણ કરવામાં આવેલ પરંતુ ચોમાસા દરમિયાન નદીમાં આવતા ભારે પૂરને કારણે રસ્તો વનવે થઈ જતો જેના કારણે આ વિસ્તારમાં આવતા ખેડૂતો તેમજ અન્ય લોકોને બે કિલોમીટર ફરીને ગામમાં આવવું પડતું જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ ઉભી થતી હતી ત્યારે અમરાપુર ગામના નવ યુવાન સરપંચ ભયલુ ભાઇ સોલંકી તેમજ પંચાયત સદસ્યની ટીમ દ્વારા સરકારશ્રીમાં ધારદાર રજૂઆત કરતા સરકાર દ્વારા નવનિર્મિત કોઝવે પુલ ના નિર્માણ માટે રૂપિયા ૪૦ લાખની ગ્રાન્ટ મંજૂર કરતા આજ રોજ તમામ ગામજનોની ઉપસ્થિતિમાં આગેવાનો દ્વારા નવનિર્મિત પુલનું ખાત મુરત કરવામાં આવ્યું હતુ વૃજમી નદી ઉપર પુલ નું નિર્માણ થતા ગ્રામજનો તેમજ ખેડૂતોનો વર્ષો જુનો પ્રશ્ન હાલ થશે જેથી ગામ લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે
રિપોર્ટર મહેશ કાનાબાર