શ્રી માતૃમંદિર કોલેજ રાજકોટના સમાજકાર્યના વિદ્યાર્થીઓના આયોજન હેઠળ, કોલેજના સમગ્ર વિદ્યાર્થીઓના સહયોગ તેમજ પ્રાધ્યાપક દિશાંકભાઈ કાનાબારના માર્ગદર્શન હેઠળ અયોધ્યા પ્રભુ શ્રી રામ ભગવાનના મંદિર માટે 170 ફૂટ એક બાજુ એટલે ટોટલ 350 ફૂટના ભવ્ય હાર બનાવવામાં આવ્યો છે. જેમાં હારની વિશેષતા એ હશે કે આ હાર મંદિરના શિખરથી નીચે મુખ્ય દ્વાર સુધી પહોંચે તેમ બનાવવામાં આવ્યો છે.હારમાં મુખ્યત્વે એલચી અને લવિંગનો ઉપયોગ કરેલો છે, આ હાર બનાવવામાં 70 જેવા વિદ્યાર્થિઓ, દિવ્યાંગો, વૃધો સતત કાર્યરત રહ્યા. આ હારનો વજન અંદાજે 200 કિલો ઉપરનો હશે. ચોખા, તજ અને લવિંગ તેમજ હારની દરેક પાંદડીમાં જય શ્રી રામ લખવામાં આવ્યું છે. દરેક રામભક્તો અનેરા દર્શન નો લ્હાવો માણી રહ્યા છે.