માણાવદર લાયન્સ ક્લબ છેલ્લા 50 વર્ષથી અંધાપા નાબુદી અભિયાન ચલાવી રહી છે ને તેનો લાભ લઇ લાખો લોકોએ પોતાની દૃષ્ટિ પાછી મેળવી છે. અંતર્ગત સ્વ. ડો. વી. ડી. પટેલ ત્રાંબડીયા તથા તેમના પત્ની સાકરબેન ત્રાંબડિયાના સ્મરણાંર્થે વિજયભાઈ ત્રાંબડીયા તથા જગદીશભાઈ ત્રાંબડીયાના આર્થિક સહયોગથી વિનામૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પ યોજાઈ ગયો. જેમાં 550 થી વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં જુદા જુદા રોગોના ૧૬ નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી. નેત્રરક્ષા સમિતિના ચેરમેન ડો. પંકજભાઈ જોશીની કેમ્પ દરમિયાન ખાસ ઉપસ્થિતિ રહી હતી. વિશેષ તો એકે આ કેમ્પમાં લાયન્સ સ્કૂલમાં ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કે જેઓએ ડોક્ટરનો દરજ્જો હાંસલ કર્યો છે તેવા વિદ્યાર્થી – ડોક્ટરોએ વિનામૂલ્યે વતનનું ઋણ ચૂકવવા માટે સેવાઓ આપી હતી. આજે લાયન્સ ક્લબ દ્વારા એક સાથે નેત્રરોગ નિદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ અને સર્વેરોગ નિદાન કેમ્પ યોજાયા હતા. આ કેમ્પમાં કમલેશભાઈ લોડાયા ( lic) વાળા તથા ડો.ચેતનભાઇ કમાણી તરફથી વિનામૂલ્ય દવાઓ આપવામાં આવી હતી.
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર