માણાવદર બાગ દરવાજા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ખાસ કરીને રતનપરા શેરી, નવલખા પાછળના વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી ભૂગર્ભ ગટરો છલકાઈ રહી છે. ભૂગર્ભ ગટરના ગંધાતા પાણી રોડ ઉપર વહી રહ્યા છે. આ ગંદા પાણીમાંથી ચાલીને લોકોને પસાર થવું પડે છે. ઉભરાતી ગટરોને કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. અંગે સ્થાનિકોએ નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. ઉભરાતી ગટરો નો પ્રશ્ન હલ નહીં થાય તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર