જુનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી રોજ કોમોસમી વરસાદ થઈ રહ્યો છે. ગઈકાલે માણાવદર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં એક થી ચાર ઇંચ વરસાદ પડતા નદી નાળાઓમાં પુર આવ્યા હતા અને ખેતરોના પાળાઓ તૂટી ગયા હતા. જેથી માણાવદર તાલુકાના સણોસરા ગામે કમોસમી વરસાદને કારણે સણોસરા ગામના ખેડૂત ચંદ્રકાંતભાઈ રવજીભાઈ આરદેશણાનું 57 વીઘાનું લસણ પલળી ગયું હતું જેથી આ ખેડૂત બરબાદ થઈ ગયેલ છે ખેતરમાં રહેલ લસણ પલળી જતા ખેડૂતને 40 થી 45 લાખ રૂપિયાની નુકસાની થયેલ છે સરકાર કંઈક સહાય કરે તેવું ખેડૂત ઇચ્છિ રહ્યા છે
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર