માણાવદરમાં કાર્યરત એવી અનસુયા ગૌધામની દિવસેને દિવસે ખ્યાતીમાં ઉછાળો આવી રહ્યો છે આ ગૌશાળાની વિશેષતા એ છે કે અહીં ગીર ગાયોને પોષણયુક્ત વિટામિનથી ભરપૂર ખોરાક બનાવીને પ્રત્યેક ગાયને ભર પેટે અપાય છે. આવું કોઈ ગૌશાળામાં જોવા મળતું નથી આ ગૌશાળાની ખ્યાતિથી પ્રેરાઈને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર ગૌધામની મુલાકાતે આવ્યા હતા અને ગૌધામના સંચાલકો હરેશભાઈ શેઠ, વિજયભાઈ શેઠ, હિતેનભાઈ શેઠ વગેરેની સરાહના કરી હતી. હરેશભાઈએ જણાવેલ કે હું પણ ગીર ગાયો મારા ફાર્મમાં રાખું છું. ગુજરાતભરમાંથી જો કોઈ સારામાં સારી ગૌશાળા હોય તો તે અનસુયા ગૌધામ જ છે એમ ઠુંમરે જણાવ્યું હતું. અતિથિનું સન્માન કરવું એ ભારતની સંસ્કૃતિ રહી છે જેને અનુસંધાને ગૌધામના પ્રણેતા હરેશભાઈ શેઠ દ્વારા ઠુંમ્મર સાહેબનું મોમેન્ટ આપી સન્માન કરાયું હતું
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર