25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

માણાવદરમાં સમગ્ર ધેડ વિસ્તારને પૂરગ્રસ્ત જાહેર કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગ્રામજનોએ સરકારમાં કરી રજૂઆત…


છેલ્લા 48 કલાકમાં ઉપરવાસમાં પડેલા વરસાદે આ વિસ્તારના ખેતરોને ધમરોળી નાખ્યા છે ખેડૂતોનો મોંઘા મુલનો પાક ખેતરોમાં પાણી ભરાવાને કારણે તબા થઈ ગયો છે અન્ય પાકોનું વાવેતર કરવા જેટલા સક્ષમ ખેડૂતો રહ્યા નથી. જેથી આ બાબતે સમગ્ર ઘેડ વિસ્તારના ખેડૂતોએ આજરોજ માણાવદર મામલતદાર દ્વારા મુખ્યમંત્રી, કૃષિ મંત્રી માણાવદર ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તથા કલેકટર વગેરેને એક આવેદનપત્ર પાઠવી પ્રતિવર્ષે વરસાદી પાણીનો ભોગ બનતા ઘેડ પ્રદેશની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા નદીનું ડીપનીંગ અને નદીની બંને સાઈડમાં પાકા મજબૂત પાળાનું નિર્માણ કરવા તથા ઘેડ વિસ્તારને પૂરગ્રસ્ત જાહેર કરવા માંગણી કરી છે અને તાત્કાલિક અસરથી ખેતરોનું થયેલ ધોવાણનો સર્વે કરાવી ખેડૂતોને એસડીઆરએફની જોગવાઈ મુજબ વળતર આપવા પણ જણાવ્યું છે. તેમજ પ્રતિ વર્ષે આ પંથકમાં મોટી ખાના ખરાબી સર્જાતી હોવાથી ઓજત નદીના બંને કાંઠે પાકા પાળા બાંધી પાણીનો પ્રવાહ આ વિસ્તારમાં આવતો અટકાવવા માંગણી કરી છે. 50- 60 વર્ષથી ખેડૂતોની આ માંગણી હોવા છતાં સરકારે આંખ આડા કાન જ કર્યા છે. તેમજ સરકાર ધારે તો ઓછા બજેટમાં આ કામ થઈ શકે તેમ છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ કરતા લોકોને તાબાહી ફેરવતી આવી સમસ્યા તરફ સરકારે ધ્યાન આપવાની જરૂર છે અન્યથા ખેડૂતો બચી નહીં શકે એમ ગ્રામજનોએ જણાવ્યું છે…

રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -