માણાવદર મીતડી રોડ ઉપર આવેલ એન.જી.મિલ ખાતે માં ઉમા ખોડલ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ખેલૈયાઓના મન મોહી લે તેવા માં ઉમા ખોડલ રાસોત્સવના બીજા દિવસે ભારે રંગત જામી હતી માં જગદંબાની આરતી થી ત્રીજા દિવસના ગરબાનો પ્રારંભ થયો હતો. આરતી બાદ રાસોત્સવ શરૂ થતા ની સાથે જ રાસ રસિકો.અલગ પ્રકારના આકર્ષણો જમાવતુ હોય છે આ વખતે માણાવદર દર્શન ચશ્મા ગ્રુપના એમ.ડી. બિપીન પટેલ દ્વારા સેલ્ફી પોઇન્ટ બનાવ્યો છે જેને ખાસું એવું આકર્ષણ જમાવ્યું છે. દર્શન ચશ્મા ના સેલ્ફી પોઈન્ટ ઉપર સેલ્ફી લેવા માટે લોકોની ભારે ભીડ જામી રહી છે.માં ઉમા ખોડલ રાસોત્સવમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મહાનુભવો ઉપસ્થિત રહી રાસ ગરબાને માણે છે. ખેલૈયાઓને રમવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આખા ગ્રાઉન્ડ પર નેટ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે.
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર