24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

માણાવદરના જીલાણા ગામે ગામ વિકાસ સમિતિ દ્વારા 3500 વૃક્ષોનું વૃક્ષારોપણ સંપન્ન થયું


માણાવદર તાલુકામાં આવેલ જીલાણા ગામે આજરોજ પર્યાવરણ સુરક્ષા અને પ્રવૃત્તિના જતન અન્વયે સવારે સમસ્ત ગ્રામજનોના સહયોગ અને શ્રમથી વૃક્ષ વંદના પ્રોગ્રામ એટલે કે ગ્રીન ગામ એક ગામ એક પરિવારના સહયોગથી અમેરિકામાં રહેતા અમારા જ ગામના વતની દિનેશભાઈ ટંકારીયાના આહવાન તથા તેમના સહકાર તેમજ સહયોગથી આ ભવ્ય આયોજન કરેલ છે જેમાં જે. કે. પટેલ, મનસુખભાઈ મેંદપરા તથા સંજયભાઈ રવજીભાઈ મેંદપરા ની આગેવાની હેઠળ જીલાણા ગામ વિકાસ સમિતિના નેજા હેઠળ 35,00 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આશરે 800 વીઘા જેટલી ગામ તળની જમીનમાં વૃક્ષો વાવેતર કરવાનો લક્ષ્ય વાતાવરણમાં શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે આશરે 100 વીઘામાં 24 કલાક ઓક્સિજન આપતા વૃક્ષોનું વૃક્ષો રોપણ, ઔષધિ વન, મિયા વાંકી તમામ જીવોનું એક ઘર એટલે વૃક્ષ વંદના પતંગિયા માટે ફૂલ ઝાડ આ બધું જ વૃક્ષારોપણ અલગ અલગ ઝોનમાં કરવામાં આવ્યું છે દરેક ઝોન ફરતે તાર ફેન્સીંગ કરવામાં આવ્યું હતું અને વૃક્ષોનું પાંચ વર્ષ સુધી રક્ષણ થાય તે માટેની એક સમિતિ ટીમ બનાવી હતી. આ વૃક્ષોમાં તુલસી, પીપળો, વડલો તથા અન્ય વૃક્ષો કે જેમાંથી વધારે ઓક્સિજન પેદા થતું હોય તેની ખાસ પસંદગી કરવામાં આવી હતી. સાથે સાથે આરોગ્યપ્રદ વૃક્ષોનું પણ વાવેતર કરાયું હતું અને એક ઔષધિવન બટરફ્લાય ઝોનનું પણ નિર્માણ કરાયું હતું. આજના આ કાર્યક્રમમાં ગામ આખામાં ઉત્સવ જેવો માહોલ હતો અને અન્ય ગામોને પ્રેરણા આપતો એક સંદેશ પણ હતો વિશેષ તો એકે દરેક વૃક્ષોના વિવિધ ઝોન પાડવામાં આવ્યા હતા. જેમાં અમુક અમુક વીઘા જમીન ફાળવાઇ હતી આખું આયોજન બૌદ્ધિક સ્વરૂપના સ્તરે ગોઠવાયું હતું.

 

રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -