ગુજરાતમાં ગણેશ ઉત્સવની શરૂઆત આજથી 210 વર્ષ પૂર્વે પાટણના ગાયકવાડી રાજવીના વહીવટદાર ગોવિંદરાવ યશવંતરાવના સમયમાં થઈ હતી ગુજરાતની સર્વ પ્રથમ ગણેશ ઉત્સવની એ શરૂઆત ગણાય છે એ સમય હતો સને 1884 નો આ પરંપરા હજી ચાલી રહી છે અને ગુજરાત સૌરાષ્ટ્રમાં તે પ્રસરી ગઈ છે. સૌરાષ્ટ્રમાં શેરીએ શેરીએ અને ઘરોઘરમાં ભાદરવા સુધી ચારથી ગણેશ બાપાના સ્થાપનો થવા લાગ્યા છે.આ પરંપરા અંતર્ગત આજરોજ વિશ્વ લેવલે ખ્યાતિ પામેલ અનસુયા ગૌધામ ખાતે વિનાયક એવા ગણપતિજીની સ્થાપના સંદર્ભે ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી ગણેશની કૃપા ને કારણે ધોધમાર વરસાદ વચ્ચે પણ સંગીતના સુરો વચ્ચે નીકળેલી શોભાયાત્રામાં જન્મમેદની ઉમટી પડી હતી. શોભાયાત્રામાં ગણેશે વરસાદને વધાવ્યો હતો અને વરસાદે તથા ભક્તોએ ગણેશજીને વધાવ્યા હતા. શોભાયાત્રામાં કર્મકાંડી, વિધવાન બ્રહ્મદેવતાઓ દ્વારા વિનાયક દેવની વિધિવત પૂજા – અર્ચના – આરતી વગેરે કરી ગણેશજીનું સ્થાપન કરાયું હતું જેમાં અસંખ્ય લોકો તથા શેઠ પરિવાર હાજર રહ્યો હતો. અનસુયા ગૌધામ ગણપતિ બાપ્પા મોરિયા ના ભક્તિ નાદથી ગુંજી ઉઠ્યું હતું
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર