માંધાતા ગ્રૂપ ગુજરાતના પ્રવક્તા તેમજ કોળી સેના ગુજરાતનાં વિનોદભાઇ નાગાણીના જન્મદિવસ નિમિતે ધર્મેન્દ્રસિહજી કોલેજ ખાતે રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા અને રકતદાન કરી સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ ચૂકવ્યું હતું આ તકે સમાજના આગેવાનો મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મંત્રી પરષોતમ સોલંકી, કોળી ઠાકોર વિકાસ નિગમના માજી ચેરમેન ભૂપતભાઈ ડાભી સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.