રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચોમાસામાં રસ્તા, ગંદકી સહિતના પ્રશ્નો વધી ગયા છે અને ગત સપ્તાહથી શહેર ભાજપ પ્રમુખે નવો ચીલો ચાતરીને દર ગુરૂવારે કોર્પોરેટરોના પ્રશ્ર્ન સાંભળવા મનપામાં બેસવાની જાહેરાત કરી છે ત્યારે આજે આવા પડતર કામો મામલે ભાજપ કાર્યાલયમાં જ સીટી ઇજનેર અને શાસક પક્ષ નેતા વચ્ચે ચકમક ઝરી ગઇ હતી. સીટી ઇજનેરે કામની કડક ઉઘરાણી કરનાર શાસક પક્ષ નેતા વિનુભાઇ ઘવાને ‘રાડો ન પાડવા’ કહેતા મોટી માથાકૂટ થતા અટકી ગઇ હતી અને લોકોના કામ માટે આ જ રીતે સૂચના આપવામાં આવશે તેવું કહી દેતા ભડકો થતા રહી ગયો હતો. વોર્ડ નં.17ના કોઠારીયા વિસ્તારના લાંબા સમયથી પડતર કામોનું લીસ્ટ વિનુભાઇ ઘવાએ સીટી ઇજનેર એચ.એમ.કોટકને આપ્યું હતું. કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી કરવાના થતા કામો પણ થતા ન હોય, તેનો જવાબ માંગતા ઇજનેરે કોન્ટ્રાકટર કામ કરતા નથી તેવો જવાબ આપતા માથાકૂટ વધી ગઇ હતી. બાદમાં ઇજનેરે વહેલાસર કામો કરાવવા પ્રયત્ન કરશે તેવો જવાબ આપતા મામલો શાંત થયો હતો. તેમજ આ ઘટના અંગે જાણવા મળેલી વિગતો મુજબ, છેલ્લા લાંબા સમયથી અમુક વોર્ડમાં રોજિંદા કામો થતા ન હોવાની ફરિયાદ ઉપર સુધી પહોંચતી રહે છે. અમુક કોર્પોરેટરો કડકાઇથી કામ લે છે અને અમુક ઉપરવાળા પર ઢોળી દે છે. પરંતુ લોકોના કામ માટે કોઇ ઢીલ ચલાવી નહીં લેતા શાસક પક્ષ નેતા વિનુભાઇ ઘવાએ આજે વોર્ડ નં. 17ના જુદા જુદા પડતર કામોની ઉઘરાણી કાઢી હતી. તેમજ તેમણે ભાજપ કાર્યાલયમાં સીટી ઇજનેર એચ.એમ.કોટકને બોલાવ્યા હતા. લાંબા સમયથી કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી નહીં થતા પેન્ડીંગ કામોનું લીસ્ટ અધિકારીને આપ્યું હતું
મનપા શાસક પક્ષના નેતાએ અધિકારીનો લીધો ઉધડો; વિનુ ધવાએ સિટી એન્જિનિયર કોટકને કર્યા આકરા સવાલ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -