આજ રોજ મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ભાજપ ના આઠ અને કોંગ્રેસ ના એક ઉમેદવારો નું મતદાન દ્વારા ભાવિ નક્કી થશે. તેમજ ક્રોસ વોટિંગના ભય થી ભાજપ પ્રમુખ દ્વારા તમામ સભ્યો ને વ્હીપ જાહેર કરવામાં આવ્યું હતા. આ સાથે ભાજપ ના 68 કોર્પોરેટર સહીત 70 મતદારો એ મતદાન કર્યું હતું. જેનું પરિણામ મતદાન બાદ જાહેર થશે, તેમજ આઅ ચુંટણીનું આયોજન ભાજપ શાસિત શિક્ષણ સમિતિ માં ચેરમેન સહીતના રાજીનામાં પડતા કરવામાં આવ્યું હતું. જેમાં તમામ બેઠકો પર ભાજપની જીત લગભગ નક્કી હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું.