પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સ્વચ્છ પ્રતિભા અને ભારતીય જનતા પાર્ટી સતત દેશના સર્વાંગી વિકાસ અને ભ્રષ્ટાચાર નાબુદી માટે અથાગ પ્રયત્નો કરી રહી છે એવા સમયે કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘરેથી અકલ્પનીય રોકડ ૨૦૦ કરોડ કરતા પણ વધુ ભ્રષ્ટાચારની રોકડ મળી આવતા દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ અનુસંધાને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદેશ અનુસાર અને રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી રવિભાઈ માંકડિયાની ઉપસ્થિતિમાં બુધવાર, ૬ ડિસેમ્બરથી ઇન્કમ ટેક્સની રેડની કાર્યવાહીમાં ઝારખંડના કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ સાથે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સંકળાયેલા બિઝનેસ ગ્રૂપ પાસેથી રૂ.૨૦૦ કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી. જેના વિરોધમાં રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.