ભીમ અગ્યારસના પર્વને ધ્યાને લઈને અમરેલી જિલ્લાના કુવામાં પાણી હોય તેવા ખેડૂતોએ શુકનવંતા દિવસને શુભ માનીને આજથી વાવણીના શ્રી ગણેશ શરૂ કરી દીધા છે સવારે જ બળદ ને જોડીને હળમાં ટિલા ટપકા કરીને ભગવાનને ધ્યાન ધરીને આજના દિવસમાં કપાસનું વાવેતર શરૂ કર્યું છે આજનો દિવસ ખેડૂતો વધુ શુભ માને છે ને આજના દિવસથી જો ખેતી કામ શરૂ કરીને વાવેતર કરીએ તો પાક સારો આવે તેવી જુનવાણી પરંપરાને અનુલક્ષીને આજથી અમરેલી જિલ્લાના તાલુકા મથકો પર જ્યા કુવામાં પાણી હોય તેવા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે કનુભાઈ પટેલ નામના ખેડૂતે જણાવ્યું હતું મજૂર દાડિયા કરીને ખેતર વાડીને ખેડ કરીને કપાસ સોંપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે એક તો કાળઝાળ ઉનાળો છે ને પરસેવે રેબઝેબ ખેડૂતો ખેતરોમાં કપાસની વાવણી માં મશગુલ થઈ ગયા છે અમરેલી જિલ્લામાં કપાસ મગફળી બે મુખ્ય પાકો પર ખેડૂતોની આજીવિકા વધુ હોય પણ કપાસના ભાવો સાવ તળિયે ગયેલા હોવા છતાં હિંમત કરીને ખેડૂતોએ કપાસનું વાવેતર ના છૂટકે કર્યુ છે
અશોક મણવર અમરેલી