મુસ્લિમ જમાતના હઝરત ઈમામે હુસૈન અને કરબલાના શહિદો ની યાદમાં દર વર્ષે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે 35 થી વધુ તાજીયા તૈયાર કરી તખ્ત પર લાવવામાં આવ્યા હતાં ભાવનગર શહેરમાં આંબાચોક સહિતના વિસ્તારોમાં તાજીયાના ઝુલુસ ફર્યાં હતાં આ ઉપરાંત ગામડાઓમાં પણ તાજીયાના ઝુલુસો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવ્યા હતા ચમારડી ગામે મહોરમ પર્વ અન્વયે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો શહેરમાં દિવસો પૂર્વેથી ઠંડા પાણી શરબત સહિતની સામગ્રીઓનુ મુસ્લિમ સમાજ દ્વારા રાહદારીઓ ને વિતરણ કરવામાં આવ્યું હતું આ તાજીયાઓને ભાવનગર બંદર તથા ઘોઘા ના સમુદ્રમાં ટાઢા કરવામાં આવશે ભાવનગર સેન્ટ્રલ તાજીયા કમિટી તથા કસ્બા-એ- અંજૂમન દ્વારા લેવામાં આવ્યો હતો કોમીએકતા અને આપસી ભાઈચારાની ભાવના સાથે મહોરમ ની ઉજવણી કરવા વહિવટી તંત્ર તથા પોલીસ વિભાગ સાથે મિટિંગ યોજાઈ હતી જેમાં વ્યવસ્થા-સહકાર ની ખાત્રી આપવામાં આવી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર