દર વર્ષે ઇસ્લામી જીલહજ ના મહિનામાં ખુશ નસીબ મુસ્લીમ બીરાદરો સાઉદી અરેબીયામાં આવેલા પવિત્ર મક્કા શરીક અને મદીના શરીફના હજ યાત્રાએ જાય છે.તે મુજબ આ વર્ષે હજ-૨૦૨૩ માટે સાઉદી સરકારે ભારત દેશને ૧.૭૫,૦૦૦ અંદાજે કોટા આપેલ છે. તેજ રીતે ગુજરાત રાજ્ય હજ કમીટી માટે ભાવનગર શહેર ના ર૮૪ સહીત સમગ્ર રાજ્યમાંથી અંદાજે ૮,૫૦૦ હજયાત્રીઓ હજ પડવા માટે જશે . સરકારશ્રીના આદેશ મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના સરકારી સર.ટી.હોસ્પીટલ ખાતે હજયાત્રાએ જતા હાજીઓને મેનોકોગોકુલની રસી તથા પોલીયોનાં ટીપા પીવડાવવાનો કેમ્પ તા. ૧૪ ને રવિવારે યોજાયો હતો.આ રસીકરણ કેમ્પમાં ગુજરાત રાજ્ય હજ કમીટીના સદસ્ય નાહીનભાઇ કાજી હાજી હુસેનભાઇ સૈયદ, હાજી સતારભાઇ રેડીયેટર, કાળુભાઇ બેલીમ થતા ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ મુન્નાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર