ભાવનગર સેન્ટ્રલ એસટી બસસ્ટેન્ડ થી તળાજા તાલુકાના જસપરાગામે રવાના થયેલી એસટી બસ નં G-J-18-Z-6160 ના ચાલકે એસટી બસસ્ટેન્ડ નજીક સ્કૂટર નં- G-J-04-CL-6193 લઈને જઈ રહેલી મહિલાને અડફેટે લેતા મહિલા રોડપર પટકાઈ હતી અને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી જોકે બસના ડ્રાઈવરે સમયસર બ્રેક મારતા મહિલાનો જીવ સ્હેજમા બચ્યો હતો આ ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાને તત્કાળ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં તબીબોએ સારવાર આપી મહિલાને ભયમુક્ત કરી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર