ભાવનગરમાં મહોરમ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ મહોરમ પર્વના ઇતિહાસ ઉપર એક નજર કરી તો હઝરત કાસીમ જેઓ હઝરત અલી અલયહિસ્સલામનાં પૌત્ર અને હઝરત ઈમામ હસન અલયહિસ્સલામના દીકરા અને હઝરત ઈમામ હુસૈન અલયહિસ્સલામના ભત્રીજા હતા. આપની વય 13 વર્ષની હતી અને આપની શાદી ઈમામે હુસૈન અલયહિસ્સલામની દીકરી જનાબે કુબરા સલામુલ્લાહ અલયહે સાથે નક્કી થઈ હતી, પરંતુ કરબલાના મેદાનમાં જયારે જનાબે કાસીમે જોયું કે, કાકા ઈમામ હુસૈન અલયહિસ્સલામ ચારે બાજુ થી દુશ્મનોમાં ઘેરાઈ ગયા છે તો આપે તે ઝાલીમો સાથે જંગ કરવાનો ફેસલો કર્યો જેના માટે તેમના પિતા ઈમામ હસન અલયહિસ્સલામ એ પણ વસીયત કરી હતી કે અગર કાકા ઉપર કોઈ મુશ્કેલીનો વખત આવે તો તેમનો સાથ આપજો અને તેમના માટે જાન દેવી પડે તો પણ પાછા ન હટતા. તેથી હઝરતે કાસીમે પોતાના કાકા પાસેથી જંગની રજા લઈને મેદાનમાં ગયા અને પોતાની ખાનદાની બહાદુરીનો રંગ દેખાડયો અને અનેક દુશ્મનોને જહન્નમ વાસીલ કર્યા. પરંતુ દુશ્મનોએ દગા થી તેમને ચારે બાજુથી ઘેરી ને તેમના ઉપર તીરો અને તલવારો ના અનેક વાર કર્યા જેથી તેઓ શહીદ થયા હતા તેમની શહાદતમાં આ મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર