શહેરના રેલ્વે સ્ટેશન રોડપરથી બાઈક નં-જી-જે-4-બીએફ-9462 લઈને ખેડૂતવાસમા રહેતો એક યુવાન અલકા ટોકીઝ તરફ આવી રહ્યો હતો તે વેળાએ પાછળ આવી રહેલ આઈસર ટેમ્પો નં-જી-જે-19-એક્સ-3951 ના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી બાઈક ચાલકને અડફેટે લેતાં યુવાન રોડપર પટકાયો હતો અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી આ અકસ્માત સર્જીને આઈસર ચાલક વાહન ઘટના સ્થળે છોડી ફરાર થઈ ગયો હતો જયારે સ્થળપર લોકો ના ટોળા એકઠા થયા હતા જેમાં ઈજાગ્રસ્ત ને તત્કાળ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવમાં બાઈક ચાલકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર બનાવ અંગે પોલીસે જાણ થતાં પોલીસ કાફલો સ્થળપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર