ભાવનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ભરત બારડ સહિતના ઓ આજરોજ ફલાઈઓવરબ્રિજની મુલાકાતે પહોંચ્યા હતા અને નિર્માણકાર્યનુ જાત નિરીક્ષણ કરી કામની ઝડપ વધારવા સૂચના આપી હતી. છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરમાં પ્રથમ ફલાઈઓવરબ્રિજનુ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે પરંતુ આ કામગીરી મંદગતિએ ચાલી રહી હોય આ મુદ્દે આજરોજ બીએમસી ના નવનિયુક્ત મેયર ભરત બારડ ચેરમેન શાસક પક્ષના નેતા કમિશ્નર સીટી એન્જિનિયર કાર્યપાલક ઈજનેર સહિતનાઓ ફલાઈઓવરબ્રિજની મુલાકાતે પહોંચ્યા હતા અને નિર્માણ કાર્યનું જાત નિરિક્ષણ કરી કામની ઝડપ વધારવા કડક સૂચના આપી હતી તેમજ બોરતળાવ જંકશન થી દેસાઈનગર સુધીના રોડપર બંને સાઈડ દબાણો ન થાય તથા રોડ ખુલ્લા રહે એ અંગે કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો તેમજ રોડપર પડેલા ખાડાઓ બુરવા અને રોડનું સમારકામ હાથ ધરવા જણાવ્યું હતું.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર