ભાવનગર ડી.એસ.પી કચેરી ખાતે નવનિયુક્ત એસ.પી. ડો. હર્ષદ પટેલને ગાર્ડ ઓફ ઓનર આપી, શહેરના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી એસ.પી. પટેલને આવકાર્યા હતા. એસ.પી હર્ષદ પટેલ બી.ડી.એસ (દાંતના ડોકટરની પદવી ) તેમજ એમ.એ (હિસ્ટ્રી) વિષયમાં ઉતિર્ણ થયેલ છે.નવનિયુક્ત એસ.પી. હર્ષદ પટેલે ચાર્જ લીધા બાદ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાની પોલીસ તેમજ ભાવનગરના નાગરિકો વચ્ચે સુમેળ રહે, નાગરિકો પોતાના પ્રશ્નો ડર્યા વગર એસ.પી.કચેરીએ આવી રજૂઆત કરે તે અમારી પહેલી પ્રાથમીક્તા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જ્યારે પણ શહેર-જિલ્લાના નાગરીકોની જરૂર પડ્યે પોલીસ તરફથી આહ્વાન પણ કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલથી લઇ એસ.પી સુધી તમામ પોલીસ અધિકારીઓ ભાવનગરના નાગરિકોની હર હંમેશ માટે પડખે રહી મદદ કરશે.જિલ્લાની ઘણા સમય પછી જવાબદારી મળી નવ નિયુક્ત એસ.પી. હર્ષદ પટેલે અગાઉ અમદાવાદ એસ.ઓ.જી.માં ડી.સી.પી, રાજકોટ એસીપી ક્રાઇમ., અમદાવાદ કંટ્રોલ રૂમમાં ડી.સી.પી,, ગાંધીનગરમાં એમ.ટી. શાખા તરીફે ફરજ બજાવી છે બાદમાં ઘણા સમય પછી ભાવનગર જિલ્લાની જવાબદારી મળી છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર