ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી ભારત દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે પોલિયો અભિયાન ચલાવવામા આવે છે. જેમાં ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવે છે. આ અભિયાન હેઠળ ચાલુ વર્ષે પણ તા.૨૮/૦૫/૨૦૨૩ ના રોજ ભાવનગર જિલ્લામાં એસ. એન. આઈ. ડી પોલિયો અભિયાન ચલાવવામા આવનાર છે. જેમાં ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે તા.૨૮/૦૫/૨૦૨૩ ના રોજ પોલિયો અભિયાન દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવામાં આવનાર છે. જેમાં ૦ થી ૫ વર્ષના બાળકોની અંદાજિત સંખ્યા ૧,૬૭,૨૪૮ છે. જે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં કુલ ૧૦૭૫ બુથનુ આયોજન કરવામા આવેલ છે તેમજ કુલ ૨૦૧૭ ટીમ દ્વારા પ્રથમ દિવસે પોલિયો બૂથ પર અને બીજા તથા ત્રીજા દિવસે ઘર-ઘર મુલાકાત લઈ પોલિયોની રસી પીવાડવામાં આવનાર છે. સમગ્ર કામગીરી પર સુપરવિઝન માટે ૨૩૪ સુપરવાઈઝર નિયુક્ત કરવામા આવેલ છે આ સમગ્ર પોલિયો રાઉન્ડમા અંદાજિત ૧૧,૦૧૩ વેક્સિન વાયલ વપરાશમા લેવામાં આવશે તેમજ લોકોમા જાગૃતિ માટે પોલિયોની જાહેરાત માટે માઇક થકી પ્રચાર કરવામા આવશે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર