ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છાશવારે પ્લાસ્ટિક ડ્રાઈવ યોજી વેપારીઓ તથા પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરી ઓ પર તવાઈ બોલાવે છે અને તાજેતરમા શહેરના બંદર રોડપર આવેલી એક પ્લાસ્ટિક ઉત્પાદન કરતી ફેક્ટરી પર દરોડા પાડી મોટી માત્રામાં પ્રતિબંધીત પ્લાસ્ટિક નો જથ્થો કબ્જે કર્યો હતો ત્યારબાદ ગતરોજ બીએમસી ના અધિકારીઓ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે જૂના બંદરરોડ પર બે એકમોમાં પ્રતિબંધીત પ્લાસ્ટિક નું ઉત્પાદન કરવામાં આવે છે આથી બીએમસી તથા ગુજરાત પ્રદૂષણ નિયામક બોર્ડ-ભાવનગર ની ટીમે એક સાથે આ બંને એકમોમાં રેડ કરી હતી જેમાં પ્રથમ જય પ્લાસ્ટિક નામના યુનિટમાં દરોડો પાડી 3 હજાર કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિક કબ્જે કર્યું હતું તથા આ એકમના માલિક જય ટીંગાણી-સિંધી વિરુદ્ધ કાયદાની રૂએ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ બીજા યુનિટ માં “ક્રિષ્ના પોલીમર” નામની પ્લાસ્ટિક રીસાઈકલીંગ ફેકટરીમાં દરોડો પાડી અહીં થી પણ 400 કિલ્લો પ્રતિબંધીત પ્લાસ્ટિક નો જથ્થો કબ્જે કર્યો હતો આ યુનિટ ના માલિક ઘનશ્યામ મુલાણી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ બંને યુનિટોના માલિકોને જીપીસીબીની ટીમે નોટિસ ફટકારી હતી આ પ્લાસ્ટિક રીસાઈકલ ફેકટરીમાં પ્લાસ્ટિક વેસ્ટ ઓગાળી દાણા બનાવી આ દાણા માથી 51 માઈક્રોનથી ઓછા માપદંડ ધરાવતા ઝબલાનુ ઉત્પાદન કરવામાં આવતું હતું હાલ બીએમસી એ બંને એકમો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર