ભાવનગરના તરસમિયા ગામની અંદર આવેલા ૨૧ મીટર રોડ પર કરવામાં આવેલા પાક્કા દબાણો હટાવવા માટે મહાનગરપાલિકાના ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દબાણ હટાવો સેલ અને એસ્ટેટ વિભાગના વિશાળ કાફલા સાથે પહોંચ્યા હતા અને બુલડોઝરો વડે પાક્કા મકાન ઓરડી દિવાલ કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણો જમીનદોસ્ત કરી દેવાયા હતા અને ૨૧ મીટર નો રોડ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો ગામની અંદર આવેલા રોડ પર પાકા મકાનો થકી ગેરકાયદેસર દબાણો કરી લેવામાં આવ્યા હતા તગ ઉપરાંત પાકી મોટી કમ્પાઉન્ડ ચણી લેવામાં આવી હતી તદ ઉપરાંત બાકી ઓરડિયો ખડકી દેવામાં આવી હતી આ સમગ્ર ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવેલા દબાણ પર મહાનગર પાલિકાએ બુલડોઝર ફેરવી દીધા હતા અને તરસમિયા ગામની અંદર આવેલ ૨૧ મીટરનો રોડ સંપૂર્ણપણે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.
રિપોર્ટર સબ્બીર માલદાર