મહાનગરપાલિકા નો ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગની ટીમ બુલડોઝર સાથે આરટીઓ સર્કલ થી પ્રારંભ કરી જ્વેલસ સર્કલ સુધીના 35 જેટલા પાકા બાંધકામો હટાવી તળાવના પાણીનું વહેણ ખુલ્લું કર્યું હતું ભાવનગર શહેરના નાક સમા બોરતળાવ નાં ઓવર ફ્લો પાણી જે થાપનાથ મહાદેવ પાસેના દરવાજાથી નીકળી ગઢેચી નદીમાં આવે છે જે ધોબી ઘાટ અને આરટીઓ પાસે થઈ કુંભારવાડા થી પસાર થઈ તે દરિયામાં મળે છે આ બોરતળાવ નાં પાણીને અવરોધ કરતા આ વિસ્તાર માં થયેલ ગેરકાયદેસર બાંધકામો ને પોતાના માલિકી આધારો તેમજ બાંધકામના મંજૂરીના આધારો આપવા માટે થાપનાથ મહાદેવ પાસે આવેલ ઓવર ફલો ના દરવાજા ની ડાઉન સ્ટ્રીમ સાઈડ આવેલ હિન્દુ મુસ્લિમ ધોબી સોસાયટી રાજ સોસાયટી શિવમ સોસાયટી મધુવન સોસાયટી તેમજ આરટીઓ રોડ બાજુ કુલ ૫૪૨ નોટિસ ભાવનગર મહાનગપાલિકા દ્વારા આપવામાં આવી હતી.આ નોટિસો અવઘી પૂર્ણ થતાં મહાનગર પાલિકાના ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગની ટીમ બુલડોઝર સાથે આરટીઓ સર્કલ થી પ્રારંભ કરી જ્વેલસ સર્કલ સુધીના ૩૫ જેટલા પાકા બાંધકામો હટાવી દીધા હતા જોકે સેલ્ફ એટલેકે દબાણ કરતા ઓ દ્વારા જાતે જ પોતાના દબાણો હટાવી દીધા હતા ભાવનગર મહાનગપાલિકા નાં ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આજે આરટીઓ થી લઇ જવેલસ સર્કલ સુથીમાં ૩૫ જેટલા પાક્કા બાંઘાકમો એટલેકે પાકા ચણી લેવાયેલા મકાનો તોડી પાડયા હતા જ્યારે દબાણ કરતા ઓ દ્વારા ૪૦ જેટલા બાંઘકમો જાતેજ હટાવી લીઘા હતા આમ કુલ મળી બોરતળાવ નાં પાણીને અવરોઘ કરતા ૭૫ જેટલા પાક્કા અવરોધ દૂર કરવામાં આવ્યા હતા અને બોરતળાવ નાં પાણીને દરિયા સુધી વહેવા માટે રસ્તાઓ ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર