ભાવનગરમાં વરતેજ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એમ.વી.રબારી સાહેબની સુચનાથી પોલીસ સ્ટાફના માણસો પ્રોહીબીશન અનુસંધાને પેટ્રોલીંગમા હતા ત્યારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સરતાનપર ગામ સાંઢીયા ઘાર વાડી વિસ્તારમાં રહેતા વિપુલ ચૌહાણ તેના મીત્ર વિમલ પરમાર તથા ગોપાલ બોળીયા ત્રણેય મળીને વિદેશી દારૂનો જથ્થો આવી વિપુલ પ્રેમજીભાઇ ચૌહાણની વાડીએ રાખી ત્યાં થી દારૂની હેરાફેરી કરવાના છે તેવી જાણ પોલીસને મળતા બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી ત્રણ આરોપીઓને ભારતીય બનાવટના ઇંગલીશ દારૂની 120 બોટલો સાથે કુલ રૂ.૫૭,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર