દિવાળી સહિતના ઉત્સવો-તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે લોકો ભેળસેળ યુક્ત આહારોથી બચી શકે અને ગુણવત્તા યુક્ત ખાદ્યપદાર્થો જ ખરીદી આરોગી શકે એ હેતુ ઉપરાંત જાહેર આરોગ્ય-સુખાકારી અકબંધ જાળવી રાખવા બીએમસી ની અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થો નું વેચાણ કર્તા વેપારીઓ તથા હોટેલો રેસ્ટોરાં નાસ્તાનો ની લારીઓ પર તેમજ ખાદ્યપદાર્થો નું ઉત્પાદન કરતાં એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે અન્વયે આજરોજ બીએમસી ના ફૂડ વિભાગ દ્વારા સરદારનગર તથા સિંધુનગર વિસ્તારમાં રહેતા અને પાણીપુરી બનાવતા પરપ્રાંતિય ભૈયાઓના એકમોમાં ચેકિંગ ડ્રાઈવ યોજી હતી આ ચેકિંગ દરમ્યાન ખુલ્લામાં રાખવામાં આવેલ બટેટા બાફેલા ચણાં વાસી પુરી તથા પાણીપુરીનુ પાણી અખાદ્ય ખોરાક તરીકે મળી આવતા ટીમે 20 કિલોથી વધુની માત્રાનો આવો વાસી બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થ કબ્જે કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો અને પાણીપુરીનુ ઉત્પાદન કરતાં લોકો ને સ્વચ્છતા જાળવવા સાથે વાસી પદાર્થો નો નિકાલ કરવા અને ગ્રાહકોને આરોગ્યપ્રદ શુદ્ધ આહાર વેચાણ કરવા તાકીદ કરી હતી એ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર