ડમી કૌભાંડ તથા આ કાંડના આરોપીઓ પાસેથી તોડ કરવા મામલે યુવરાસિંહ જાડેજા નામના વિદ્યાર્થી નેતાની પોલીસે ધરપકડ કરી છે ત્યારે ડમી કાંડના મુખ્ય આરોપી પૈકી એક એવાં પ્રદિપ બારૈયાએ રીમાન્ડ દરમ્યાન મોં ખોલતાં એક તલાટીકમ મત્રી સહિત પાંચ શખ્સોની ધડપકડ કરી છે જે અંગે ભાવનગર પોલીસે આપેલી માહિતિ મુજબ હસમુખ પુનાભાઈ ભટ્ટ ઉ.વ.27 રે.રાળગોન તા.તળાજા નોકરી તલાટીકમ મંત્રી તળાજા તાલુકાના કેરાળા ગામે આ આરોપીએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી, જયદીપ બાબભાઈ ભેડા ઉ.વ.25 રે.ગઢડા તા.તળાજા આ આરોપીએ હેલ્થ વર્કર ની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી,દેવાંગ યોગેશભાઈ રામાનુજ ઉ.વ.19 રે.વડોદગામ તા.ઉમરાળા આ યુવાને પણ રસીદ સાથે છેડછાડ કરી હતી, યુવરાસિંહ જીતેન્દ્રસિંહ પરમાર ઉ.વ.23 રે.ઉસરડગામ તા.સિહોર વાળાએ હોલ ટીકીટમા છેડછાડ કરી પોતાના સ્થાને ડમી ઉમેદવાર બેસાડ્યો હતો અને હિરેન રવિશંકર જાની ઉ.વ.21 રે.ગૌતમનગર આખલોલ જકાતનાકા સામે વાળાએ પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી અને પંચાયતની પરીક્ષામાં પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડી ગેરરીતિ આચરી હતી આ પાંચેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર