ભાવનગર જિલ્લા ના પાલીતાણા તાલુકાનાં વાળુકડ લોક વિદ્યાલયમાં વિદ્યાર્થીની મોતનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો હતો અને આજદિન સુધી તપાસ નહીં થતા જે મામલે પરિવાર અને કોળી સમાજની માંગ છે કે કૃપાલી નાં મોત મામલાની તપાસ SIT અથવા CID ને સોંપવામાં આવે તેવી છેલ્લા ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે છતાં પણ આજદિન સુધી તપાસ નહીં થતા આજે ફરી વખત રેલી કાઢી કલેક્ટર કચેરીએ રજુઆત કરવા જતાં પોલીસ દ્વારા બળપ્રયોગ કરી અમુક આગેવાનોની અટકાયત કરી હતી, જો એક અઠવાડિયામાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત ભરમાંથી કોળી સમાજ ઉમટી પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર