ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર તખ્તેશ્વર પોલીસ ચોકીના સામેના ભાગે આવેલા અનમોલ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ઓફિસ નંબર ૩૦૧ ધરાવતા અને મામસામાં ખુલ્લુ ઈસ્પાત રોલીંગ મીલ ધરાવતા વેપારી ગુલામ અબ્બાસ ઉર્ફે રાજુભાઈ હૈદરઅલી નુરાણીએ નિલમબાગ પોલીસ મથકમાં શોયેબ ઉર્ફે બાપુ જાહિદભાઈ, બિસ્મીલ્લા યુસુફખાન, મોઈન ઉર્ફે મુખી, અલ્ફાઝ, હાજી સાહેબ સહીત ૫૦ શખ્સના ટોળા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, બે દિવસ પૂર્વે બપોરના કાર પાર્કીંગમાં પાર્ક કરી હતી. તે વેળાએ ૫૦ના ટોળાએ ઘસી આવી કારના કાચ તોડફોડ કરી ડ્રાઈવીંગ સીટ પાસે રાખેલા ૬૦ હજાર બદદાનતથી મેળવી લઈ નાસી છુટ્યા હતા. પોલીસે અગાઉ છ શખ્સની ધરપકડ કરી એક દિવસના – રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ પુર્ણ થતા તમામને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે રીયાઝ ઉર્ફે માથાળો રસુલભાઈ, સાહીલ ઉર્ફે ભુરો આરીફભાઈ, અદિલા ફિરોઝભાઈ, ફેઝાન ઉર્ફે ગેરેજ યુસુફભાઈ, બિલાલ રજાકભાઈ, રજાક યુસુફભાઈ, સોહિલ ઉર્ફે સેલીબ્રીટી સાજીદભાઈ, અમાન ઉર્ફે ડાન્સર આસીફભાઈ, ફરદાન ઉર્ફે કાળુ મુસ્તાકભાઈ, અક્રમ ઉર્ફે ભુરો આસીફભાઈ, અમન આરીફભાઈ. સુલતાન ગુલજારભાઈ, સલીમ – સત્તારભાઈ, ગુલામ મહમદ સલીમભાઈ, ફૈઝાન મહેબુબભાઈ મોહસીન રસુલખાન, ઈમરાન હુસૈનભાઈ અને તરૂણ સહીત ૧૯ શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા ૧૭ શખ્સના કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હોવાનું નિલમબાગ પોલીસે જણાવ્યુ હતુ.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર