શહેરની સરટી હોસ્પિટલમાં દર સોમવારે 2 હજારથી વધુ દર્દીઓની ઓપીડી હોય છે અને ભાવનગર શહેર-જિલ્લા ઉપરાંત બોટાદ સુરેન્દ્રનગર રાજુલા ઉના ગીરસોમનાથ અમરેલી સહિતના જિલ્લાઓમાથી દર્દીઓ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં આવે છે અહીં સાફસફાઈ થી લઈને દર્દીઓની સારવાર કરતાં તબીબી સ્ટાફ સુધીના વર્ગમાં માનવીય સંવેદના નહિવત જોવા મળે છે અને દર્દીઓ થી લઈને તેની સાથે આવેલા સ્નેહીઓ સાથે હંમેશા તોછડુ વર્તન થાય છે હાલ કેસ કાઉન્ટર પર કેસ કાગળ પ્રિન્ટ કાઢી આપવાનાં પ્રિન્ટિંગ મશીનો બંધ થઈ જતાં ભારે હાલાકી સર્જાઈ છે કેસ કાઢી આપતો સ્ટાફ કોન્ટ્રાક્ટ પર વર્ક કરતો હોય આથી આ ઓપરેટરો માત્ર ફરિયાદ સાથે જવાબદાર તંત્ર નું ધ્યાન દોરી શકે છે પરંતુ એથી વિશેષ કંઈ જ નહીં આજરોજ સવારે પ્રિન્ટિંગ મશીનો બંધ થઈ જતાં કેસ કાઉન્ટરો પર દર્દીઓની લાંબી લાઈનો લાગી હતી પાંચ પ્રિન્ટિંગ મશીનની જરૂરિયાત સામે માત્ર બે જ મશીન ઉપલબ્ધ હોય આથી દર્દીઓ તથા તેમના સ્નેહીઓને કલાકો સુધી લાઈનોમાં રાહ જોઈ પડી હતી આ અંગે મેનેજમેન્ટ વિભાગ ને જાણ કરવા છતાં કોઈ જ પગલાં લેવામાં ન આવ્યાં હોવાની ફરિયાદ ઉઠી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર