ભાવનગર એલસીબી ની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી મળી હતી કે ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં એક શખ્સ રોડપર કારમાં ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે જે હકીકત આધારે દરોડો પાડી પાર્ક કરેલી કાર માં સવાર રાજદિપસિંહ રામદેવસિંહ ચુડાસમાને અટકમાં લઈ જડતી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની પરપ્રાંતિય બનાવટની શરાબની 344 બોટલ મળી આવતા ધરપકડ કરી એક મોબાઈલ , કાર તથા શરાબ મળી 4 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર