25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ભાવનગરના GST ગેરરીતિ પ્રકરણે સંડોવાયેલ વધુ 13 આરોપીઓની “સીટ” દ્વારા ધડપકડ કરાઇ


ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારના માર્ગદર્શન અને સુચના હેઠળ પોલીસ ઇન્સ.આર.એન.વિરાણી તથા કે.જી. ચાવડા નાઓની સુચના મુજબ પાલીતાણા ટાઉન પો.સ્ટે.માં દાખલ થયેલ ગુન્હામાં જુનેદ ઉર્ફે બાપુ મેશનભાઇ સૈયદ, અમીન ઉર્ફે મચ્છર યુનુસભાઇ કીટાવાલા, કાસીમભાઇ શૈૌકતઅલી ગોવાણી, જુનેદભાઇ રફીકભાઇ ગોગદા, અલીરજા ઉર્ફે ચારભાઇ મહેબુબઅલી મેધાણી, અલીરઝા ઉર્ફે હબ્બી હબીબઅલી  ગોવાણી ખોજા, અસ્વત ઉર્ફે અલ્ફાઝ તાલીફભાઇ કાઝી સિપાઇ, અલ્ફાઝ સલીમભાઇ પઠાણ સિપાઇ, એઝાઝમીયા ઇલ્યાસમીયા સૈયદ, અરવિંદભાઇ બાબુભાઇ મુલાણી, આસીફભાઇ રફીકભાઇ રંગરેજ, અનીશ ઉર્ફે બટલર યાસીનભાઇ ડોડીયા  પૈકી ૧ થી ૮ને તારીખ 22ના રોજ તથા ૯ થી ૧૨ને તારીખ 24ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને આરોપી નં. ૧ થી ૮ ને પાલીતાણા કોર્ટમાં રજુ કરી પોલીસ કસ્ટડીના રીમાન્ડની માંગણી કરતા તા-૨૮/૦૮/૨૦૨૩ સુધીના પોલીસ કસ્ટડીના રીમાન્ડ મંજુર થયેલ છે, અને બાકીના આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે. તેમજ નિલમબાગ પો.સ્ટે.ના ગુન્હાના કામેના આરોપી રણજીતભાઇ જીણાભાઇ દાનાવડીયાની    ધરપકડ કરી ભાવનગર કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે. આ કામગીરીમાં સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ના વડા ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારની સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.

 

રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -