સિદસર ગામે રહેતો અનિલ ગોરધનભાઈ ટાકરીયા ઉ.વ.37 સવારે તેના ઘરેથી દુકાને દૂધ લેવા પગપાળા જઈ રહ્યો હતો તે વેળાએ સિદસરગામે બસસ્ટેન્ડ પાસે ડંમ્પર ટ્રક નં-જી-જે-01-સીવી-4187 ના ચાલકે યુવાન અનિલને અડફેટે લેતાં યુવાન ડંમ્પરના જોટામા આવી જતાં ડંમ્પર યુવાનના શરીર પરથી પસાર થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલ યુવાને સ્થળપર જ દમ તોડ્યો હતો આ ઘટના સર્જીને ડંમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ પર છોડી ફરાર થઈ ગયો હતો આ અંગે મૃતકના પિતાએ ડંમ્પર ચાલક વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર