24 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

ભાવનગરના વિપ્ર આધેડે બોરતળાવમા ઝંપલાવી આપઘાત કર્યો


 

શહેરના ગૌરીશંકર સરોવરના પાળે મોર્નિંગ વોક માટે નીકળેલા યુવાનોએ તળાવમાં કોઈ પુરૂષનો મૃતદેહ તરતો જોતાં સિક્યુરિટી ગાર્ડને જાણ કરતાં સિક્યુરિટી ગાર્ડે ડી-ડીવીઝન પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેમાં ફાયરબ્રિગેડના જવાનોએ લાશને પાણીમાથી બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે તપાસ હાથ ધરતા આ શખ્સ શાસ્ત્રીનગરના ન્યાલદાસ કોમ્પલેક્ષમા રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીતુ કાંન્તિલાલ વ્યાસ ઉ.વ.58 વાળો હોવાનું ખુલવા પામ્યું હતું અને આ શખ્સ ગતરોજ ઘરે કોઈ ને કહ્યા વિના ગુમ થયો હતો આ અંગે પોલીસે પરીજનોના નિવેદનો નોંધી લાશને પીએમ માટે સરટી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી આ આધેડે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું એ રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.

રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -